VIDEO : હળવદમાં પુસ્તક વગર અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ બન્યા મજબૂર
હળવદમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જ્યાં 38 ગ્રાન્ટેડ અને નોન

હળવદમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જ્યાં 38 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના અંદાજે 4 હજાર 400 વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. હળવદની મોડેલ સ્કૂલમાં તો છેલ્લા 10 વર્ષથી ધોરણ 6 થી 8 માં શિક્ષકોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ધોરણ 9 થી 12 ના હજારો વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો ન હોવાથી તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. શિક્ષણ વિભાગની આ ગંભીર બેદરકારીને પગલે વાલીઓ અને શિક્ષકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.




