VIDEO:હળવદમાં નર્મદા કેનાલને ખતરો, ઓવરલોડ ડમ્પરોથી પાળામાં તિરાડો
હળવદના સાપકડા પાસે ઓવરલોડ ડમ્પરોની સતત અવરજવરને કારણે નર્મદા કેનાલના પાળા અન

હળવદના સાપકડા પાસે ઓવરલોડ ડમ્પરોની સતત અવરજવરને કારણે નર્મદા કેનાલના પાળા અને દીવાલોમાં મોટી તિરાડો પડતા જોખમી સ્થિતિ સર્જાઈ છે. કેનાલની સફાઈ અને રિપેરિંગમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નર્મદાનું પાણી છોડવામાં આવે ત્યારે કેનાલ તૂટવાથી હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થવાની ભીતિ છે. તંત્ર દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ માનવાને બદલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.




