મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO Breaking : હળવદમાં રબરની ફેક્ટરીમા ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

હળવદના કોયબા ગામની સીમમાં આવેલી એક રબર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીન

તસવીર: gstv

હળવદના કોયબા ગામની સીમમાં આવેલી એક રબર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂરના ગામો સુધી દેખાઈ રહ્યા છે, જેને પગલે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવવા માટે મોરબીના ત્રણ તેમજ હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના મળી કુલ 6 ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે કાર્યરત છે. બનાવની જાણ થતા જ મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો