VIDEO:બિલ્ડરો દ્વારા સરકારી કેનાલ ગાયબ કરાઈ.
વડોદરાના ડભોઈના સેગુવાડા ગામે બિલ્ડરોની બેફામગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ‘બૈતુન નૂર સિટી&r


વડોદરાના ડભોઈના સેગુવાડા ગામે બિલ્ડરોની બેફામગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ‘બૈતુન નૂર સિટી’ના નિર્માણ માટે બિલ્ડરોએ સરકારી માઈનોર કેનાલને જ ગાયબ કરી જમીન સમથળ કરી દીધી છે. જિલ્લા પંચાયતના ભાજપ સદસ્ય ભાવેશ પટેલે આક્ષેપ કર્યો છે કે, બિલ્ડરોએ નર્મદા નિગમના વાલ્વ અને અન્ય સામગ્રી પણ ઉખાડી ફેંકી છે. આ ગંભીર કૃત્ય બદલ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે. નર્મદા નિગમના અધિકારીઓએ નોટિસ આપ્યાનો દાવો કર્યો છે, પરંતુ સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકો આકરા પાણીએ છે. તેઓની માંગ છે કે બિલ્ડરના ખર્ચે કેનાલનું પુનઃનિર્માણ થાય અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય બિલ્ડરો માટે આ લાલબત્તી સમાન બને.

