VIDEO : ડભોઈમાં વઢવાણા તળાવમાં જળસંકટ, પાણીનું સ્તર ઘટતા દેશ-વિદેશના પક્ષીઓના સ્થળાંતરની ભીતિ
વડોદરાના ડભોઇ તાલુકાનું ઐતિહાસિક અને 16 કિમીમાં ફેલાયેલું ગાયકવાડી શાસનનું વઢવાણા તળાવ હાલ ભર ઉનાળે માત્ર 10 ટકા પાણ
વડોદરાના ડભોઇ તાલુકાનું ઐતિહાસિક અને 16 કિમીમાં ફેલાયેલું ગાયકવાડી શાસનનું વઢવાણા તળાવ હાલ ભર ઉનાળે માત્ર 10 ટકા પાણી સાથે ખાલીખમ જોવા મળી રહ્યું છે, જે પશુ-પક્ષીઓ અને સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. દેશ-વિદેશના હજારો પક્ષીઓ માટે આશીર્વાદરૂપ આ સરોવરમાં નિયમ મુજબ ૧૧ ફૂટનું લેવલ જાળવી રાખવાનું હોય છે, પરંતુ પ્રશાસનિક ઉદાસીનતા અને સંકલનના અભાવે પાણીનું સ્તર ઘટતા હવે પક્ષીઓ સ્થળાંતર કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. ૧૨ ગામો અને ૧૦ વસાહતોને પીવાનું પાણી પૂરું પાડતા આ સિંચાઈ તળાવમાં જો સત્વરે પાણીનું લેવલ જાળવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પ્રકૃતિ અને પ્રવાસીઓ પર તેની માઠી અસર પડશે તેવી સ્થાનિકોમાં બૂમ ઉઠી છે.


