VIDEO : Vadodaraમાં PM મોદીના રૂટ પર સફાઈ કરતા મશીનમાં આગ, તૈયારીઓ વચ્ચે સર્જાયા અફરાતફરીના દ્રશ્યો
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે સફાઈ દર
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે સફાઈ દરમિયાન ડસ્ટ ક્લીનર મશીન આગ લાગી હતી. શહેરના સરદારધામ માર્ગ પર એલએન્ડટી નોલેજ સિટી નજીક રોડ સફાઈ કરી રહેલું ડસ્ટ ક્લીનર મશીન અચાનક આગની લપેટમાં આવી ગયું હતું. સતત કામગીરીને કારણે મશીન ઓવરહીટ થયું કે કાળઝાળ ગરમીને લીધે આ દુર્ઘટના બની તે તપાસનો વિષય છે, પરંતુ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી મશીનમાંથી બહાર કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.


