મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કપરાડાની વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલ રઝળે છે બે વર્ષથી, કાંટ લાગી ગયા બાદ રંગરોગાન કરાયું શરૂ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંત

કપરાડાની વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલ રઝળે છે બે વર્ષથી, કાંટ લાગી ગયા બાદ રંગરોગાન કરાયું શરૂ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપવામાં આવનારી સાઈકલો કપરાડા તાલુકાના એક શાળા કેમ્પસમાં ગત ચોમાસાથી ધૂળ ખાઈ રહી છે. જોકે ઘરમપુરની ઘટના બાદ હાલે સમારકામ કરી યોગ્ય સાઈકલોને નવા રૂપ રંગ આપવામાં આવી રહ્યા છે. એજન્સીના કામદારો તૂટેલી, ફુટેલી, કલર નીકળી ગયેલી સાઇકલોને કલર કરી, જરૂરી પાર્ટ્સ નાખી નવી નક્કોર બનાવી રહ્યા છે. સાઈકલો ઉપર શાળા ટેક્નિકલી સમસ્યાઓને લઈ સાઇકલો વિતરિત કરાઇ ન હતી.

આ પણ વાંચોઃ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની ગંભીર બેદરકારી, 3 શિક્ષકોની ગેરકાયદે કરી હતી ફેર બદલી

બે વર્ષથી બેહાલ

વલસાડ જિલ્લા તકેદારી વિભાગના અધિકારી ડી.સાર,વળવીએ જણાવ્યું કે, કેટલીક ટેક્નિકલી સમસ્યાઓને લઈ સાઇકલો વિતરિત કરાઈ ને હતી. જોકે સમારકામ યોગ્ય સાઇકલો એજન્સી દ્વારા સમારકામ કરી હાલે કપરાડા તાલુકામાં સાઇકલો તબક્કાવાર શાળાઓને આપવામાં આવી રહી છે. તાલુકામાં આશરે 1 હજારથી વધુ સાઇકલો વિદ્યાર્થિનીઓને ફાળવવામાં આવશે.પ્રવેશોત્સવ 2023 લખવામાં આવ્યું છે. જો આ સાઈકલો સમયસર ગત વર્ષે આપી દેવામાં આવી હોત તો વિદ્યાર્થિનીઓને સાઈકલ મળવાનો ફાયદો મળી શક્યો હોત. શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ 2023ની સાયકલ રઝળતી હાલતમાં હોઈ સંબધિત તંત્રની સરેઆમ નિષ્ક્રિયતા સામે આવી છે.

તાડપત્રી ઢંકાઈ હતી

વરસાદ સીઝનમાં સાઈકલોને બચાવવા તાડપત્રી ભલે નાખવામાં આવી હતી, પરંતુ તે પૂરતી નથી. જેને લઈ સાયકલો કાટ ખાઈ ગયેલી પણ જોવા મળી હતી. સરસ્વતી સાધના નામની યોજના થકી વિદ્યાર્થીનીઓ મુશ્કેલી વગર શાળાએ પહોંચી શકે તે હેતુસર સરકારે સાયકલ આપવાની યોજના બનાવી હતી. જોકે હાલે નવા રૂપ રંગ બાદ તૈયાર થયેલી સાઇકલો જે તે શાળાઓને આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો