Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Education Officer, 3 teachers were illegally transferred

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની ગંભીર બેદરકારી, 3 શિક્ષકોની ગેરકાયદે કરી હતી ફેર બદલી

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની ગંભીર બેદરકારી, 3 શિક્ષકોની ગેરકાયદે કરી હતી ફેર બદલી

નસવાડી તાલુકાના ત્રણ શિક્ષકોની તાલુકા ફેર બદલીમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ગેરકાયદેસર રીતે બદલી કરતા સમગ્ર મામલો ગાંધીનગર શિક્ષણ નિયામક પાસે પહોંચ્યા હતાં. જેથી જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી બહાર આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી એ કરેલા બદલી ના હુકમો ગાંધીનગર શિક્ષણ નિયામકે રદ્દ કરવા માટે હુકમ કર્યા હતાં. પ્રાથમિક શાળા શિક્ષકોની તાલુકા ફેર બદલીમાં જિલ્લા શિક્ષણ અધિકારી એ સરકાર ના નિયમો નેવે મૂકી ને ત્રણ શિક્ષકો ની બદલી કરી હતી. આ શિક્ષકો ને ત્રણ માસ પહેલા બદલી કરી ને છુટા કરાયા હતા તેઓને પરત શાળામાં લાવવા માટે  હુકમ કરાતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચી ગયો છે. ત્રણ પ્રાથમિક શાળાના શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારી સામે મોરચો માંડતા આખું કૌભાંડ બહાર આવ્યું છે. 

App Store

આ પણ વાંચોઃ સુરત-બેંગકોકની ફ્લાઇટ પહેલા દિવસે 98% ફુલ, થાઈલેન્ડની ધરતી પર ઉતર્યા 175 પ્રવાસીઓ

ઓર્ડર યથાવત રાખતા અન્યાય

નસવાડી તાલુકાના રેલીયાઆંબા પ્રાથમિક શાળાના શિક્ષક હેતલબેન ખગેસકુમાર પંડ્યા તેમજ વિયાવાંટ પ્રાથમિક શાળાના કાપડિયા જીગ્નેશકુમાર રમેશ ચંદ્ર પટેલ અને મેડિયા પ્રાથમિક શાળાના તેજલબેન શંકરભાઇ પટેલ આ શિક્ષકો સિન્યોરીટીમાં આવતા હોવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારી એ તેઓની બદલી કરવાની જગ્યાએ બીજા શિક્ષકોની બદલી કરતા આ ત્રણેય શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલીના ઓર્ડરમાં અન્યાય થયો હોવાની અને નિયમોનો ભંગ થયો હોવાની રજૂઆત કરવા છતાંય શિક્ષણ અધિકારી તેઓની રજૂઆત ન સાંભળી અને બીજા શિક્ષકોની બદલીનો ઓર્ડર યથાવત રાખતા શિક્ષકોને અન્યાય થતા આ ત્રણેય શિક્ષકો ગાંધીનગર શિક્ષણ નિયામકની કચેરીમાં અરજી કરતા સમગ્ર મામલામાં ગાંધીનગર શિક્ષણ નિયામકે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. 

નિયામકે કર્યો ઓર્ડર

ગાંધીનગર શિક્ષણ નિયામકે શિક્ષકોની અરજીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાલુકા ફેરની બદલીના ઓર્ડર રદ્દ કરવાનો અને જે શિક્ષકોને બદલી કરીને છૂટા કર્યા હતા. તેઓને પરત શાળાએ બોલાવવા માટેનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લપડાક લાગી છે.