સુરત-બેંગકોકની ફ્લાઇટ પહેલા દિવસે 98% ફુલ, થાઈલેન્ડની ધરતી પર ઉતર્યા 175 પ્રવાસીઓ

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટથી થાઈલેન્ડની સીધી ફ્લાઈટ શરૂ થઈ છે. જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઇ-સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઇની ફ્લાઇટને પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા છે. પહેલા દિવસે જ ઉપડેલા પેસેન્જર સીધા જ સુરતથી થાઈલેન્ડની ધરતી પર ઉતર્યા હતાં.
આ પણ વાંચોઃ VIDEO : સાવજની મદમસ્ત ચાલ, ગીરના રાજાનો આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય!
ફ્લાઈટ શરૂ થતાં મુંબઈ દોડવું નહીં પડે
એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોકની પ્રથમ ફ્લાઇટ ભારતીય સમય પ્રમાણે સવારે 9:35 વાગે 175 ઉત્સાહી મુસાફરો સાથે ઉપડ્યાં હતાં. ફ્લાઇટ થાઇલેન્ડની રાજધાની ખાતે સ્થાનિક સમય પ્રમાણે 15:35 વાગે પહોંચી હતી. એ પછી બેંગકોકથી સુરતની વળતી ફ્લાઇટ ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે 16:35 વાગે ઉપડી અને ભારતીય સમય પ્રમાણે સાંજે 19:35 વાગે પહોંચશે. સુરત-બેંગકોકની સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુંબઇ સુધી હવે દોડવું નહીં પડશે.
સમયની બચત
પેસેન્જર્સે કહ્યું કે, અમારા પાંચેક કલાક બચી ગયા છે. અમારી મુસાફરી આરામદાય બની ગઈ છે. અમે બીજી વખત પણ આ જ ફ્લાઇટથી જઈશું. બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું હતું કે અમે ઘરેથી થેપલા, ખમણ, પીઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા. પરંતુ એ નાસ્તો તો અમારો બચી ગયો છે.
સુરતથી ઈન્ટરનેશનલ સેવામાં વધારો
મહત્વપૂર્ણ છે કે, સુરતથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, યુએઈ ખાતેની, શરૂ કરી હતી. તેણે પોતાના 50માં ડેસ્ટિનેશન – બેંગકોકની ફ્લાઇટ શરૂ કરીને ગર્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ નવી ઉત્સાહજનક સેવા સુરતની વૈશ્વિક કનેક્ટિવિટીમાં મહત્ત્વનું પગલું છે. દર સપ્તાહે ચાર ફ્લાઇટ શહેરને થાઇલેન્ડની રાજધાનીથી જોડશે અને સિગાંપોરની સફળ સેવાઓ શરૂ કર્યા પછી એર ઇન્ડિયા એક્સપ્રેસ દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાનો વ્યાપ વિસ્તારશે.

