મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedad news: BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મળી રાહત, હાઈકોર્ટે આપ્યા જામીન

ગુજરાતના ચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે. CID ક્

Ahmedad news: BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મળી રાહત, હાઈકોર્ટે આપ્યા જામીન

ગુજરાતના ચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે. CID ક્રાઇમ દ્વારા આ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા સામે નોંધવામાં આવતી મૂળ ફરિયાદમાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે મંજૂરી આપી છે.

કોર્ટમાં રજૂઆત

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્ટને આપવામાં આવેલી બાહેંધરી મુજબ, GPID કોર્ટ સામે 5 કરોડ જમા કરાવી દીધા છે. રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરાવવામાં આવશે. આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં ચુકવી દેવાશે.

આ સમાચાર શેર કરો