મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhuj news: બોરવેલમાં પડેલા યુવાનના મોતનો મામલો, પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યાનો થયો ખુલાસો

ભુજ તાલુકાના કુકમા ગામમાં આશાપુરા ટેકરી પાસે ગઇકાલે સાંજે ખુલ્લા બોરવેલમાં પડેલા ઝા

Bhuj news: બોરવેલમાં પડેલા  યુવાનના મોતનો મામલો, પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યાનો થયો ખુલાસો

ભુજ તાલુકાના કુકમા ગામમાં આશાપુરા ટેકરી પાસે ગઇકાલે સાંજે ખુલ્લા બોરવેલમાં પડેલા ઝારખંડના વતની રુસ્તમ શેખનું મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું ખુલાસો થયો છે.

પિતા સાથેની વાતચીતમાં ગુસ્સે થયા બાદ બોરવેલમાં ઝંપલાવ્યું

પિતા સાથેની વાતચીતમાં ગુસ્સે થઈને પોતાનો મોબાઈલ ફેંકી દીધો હતો અને ત્યારબાદ તેણે બોરવેલ પરથી પથ્થર હટાવીને  ઝંપલાવ્યું હોવાની સંભાવના વ્યક્ત પોલીસે કરી છે. મળતા અહેવાલ પ્રમાણે ગઈકાલે સાંજે 6:30 વાગ્યે પોલીસને બનાવની જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બોરવેલમાં યુવક આશરે 140 ફૂટ નીચે ફસાયેલો હોવાનું નક્કી થયા બાદ સૌપ્રથમ તેને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવામાં આવ્યો હતો. મોડી રાત્રે 3:00 વાગ્યે યુવકને  બહાર કાઢીને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો પધ્ધર પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો