મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar / પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ભવ્ય રાવણદહન, નગરજનોમાં ભારે ઉત્સાહ

Jamnagar / પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ભવ્ય રાવણદહન, નગરજનોમાં ભારે ઉત્સાહ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જય શ્રી રામના જયઘોષ સાથે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે યોજાનારા પરંપરાગત રાવણદહન કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વસંધ્યાએ આ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાં તૈયાર કરીને સ્થળ પર ઊભાં કરી દેવામાં આવ્યાં છે.

સિંધિ સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આયોજિત આ કાર્યક્રમમાં આજે વિજયાદશમીના પર્વે પલિતો ચાંપીને રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું ભવ્ય દહન કરવામાં આવશે. આ પ્રસંગે અસત્ય પર સત્યના વિજયના પ્રતીકરૂપે યોજાનારા રાવણદહનને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડશે તેવી સંભાવના છે.

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂતળાં ઊભાં કરી દેવામાં આવતાં હવે રાવણદહનના કાર્યક્રમને આખરી ઓપ અપાયો છે અને નગરજનોમાં પણ આ પરંપરાગત ઉત્સવને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો