VIDEO: જામનગરમાં નવરાત્રીની ધૂમ ખરીદી વચ્ચે વંતારા થીમ ચણિયાચોળી બન્યા આકર્ષણનું કેન્દ્ર
જામનગરમાં નવરાત્રીના પવિત્ર તહેવારને લઈને ગરબા રસિકો અને ખેલૈયાઓમાં અદ્ભુત અને ભ

જામનગરમાં નવરાત્રીના પવિત્ર તહેવારને લઈને ગરબા રસિકો અને ખેલૈયાઓમાં અદ્ભુત અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના સ્થાનિક બજારોમાં અવનવા ટ્રેન્ડના આકર્ષક ચણિયાચોળી તેમજ તેની સાથે મેળ ખાતા સુંદર ઘરેણાંની ધૂમ ખરીદી શરૂ થઈ ચૂકી છે. સ્થાનિક રહેવાસી શ્રેયા દત્તાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રીનું કલેક્શન ખૂબ જ સુંદર અને અનોખું છે. ખાસ કરીને હાલમાં લોકપ્રિય બનેલી 'વંતારા' થીમ અને મોર્ડન વેસ્ટર્ન લુક ધરાવતા ચણિયાચોળી ગરબા પ્રેમીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. નવરાત્રીના નવે-નવ દિવસ માટે ખેલૈયાઓ વિવિધ રંગ અને ડિઝાઇનના ચણિયાચોળી અને ઘરેણાં પસંદ કરી રહ્યા છે, જેનાથી બજારોમાં ભારે રોનક અને રોશની જોવા મળી રહી છે.




