મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં કોર્પોરેશનના બાંધકામનો વિવાદ

જામનગરની એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ કેમ્પસમાં નર્સિંગ ક્વાર્ટર્સ પાસ

તસવીર: gstv

જામનગરની એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ કેમ્પસમાં નર્સિંગ ક્વાર્ટર્સ પાસે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા વોર્ડ ઓફિસના બાંધકામ સામે મેડિકલ કોલેજે ભારે વાંધો ઉઠાવ્યો છે. આરોગ્ય વિભાગની મંજૂરી વિના થઈ રહેલી આ કામગીરી તાત્કાલિક અટકાવવા મ્યુનિસિપલ કમિશનરને જણાવાયું છે. મેડિકલ કોલેજે જગ્યા ફરતે બાઉન્ડ્રી વોલ બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી છે. બીજી તરફ, કોર્પોરેશને પણ જગ્યાના ટાઇટલ અને મંજૂરી સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આખરે PIU, કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ સાથે મળીને આ જગ્યાના વિવાદનો ઉકેલ લાવવા માટે આગળ વધશે.

આ સમાચાર શેર કરો