મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં વીજલાઇનમાં તાનાશાહીથી કંટાળેલા ખેડૂતે મામલતદારને નિયમ અને કાયદાના પાઠ ભણાવ્યા

જામનગરના કાલાવડના સોરઠા ગામે વીજલાઇનમાં તાનાશાહીથી કંટા

તસવીર: gstv

જામનગરના કાલાવડના સોરઠા ગામે વીજલાઇનમાં તાનાશાહીથી કંટાળેલા ખેડૂતે મામલતદારને નિયમ અને કાયદાના પાઠ ભણાવ્યા...અદાણીની વીજલાઇન નાખવાના વિવાદમાં ખેડૂત હેમંત વીરડાએ મામલતદાર સમક્ષ આક્રમક અંદાજમાં સવાલો ઉઠાવ્યા હતા. કલેક્ટરના હુકમ વગર ગૌચરની જમીનમાં થાંભલાનું ફાઉન્ડેશન ભરાઈ ગયું હોવાનો ખેડૂત હેમંત વિરડાએ આક્ષેપ લગાવીને  તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આઝાદીના પર્વ પર જ સરકારી અધિકારીઓની તાનાશાહી અને કંપનીની મનમાની સામે સવાલો કરતા ખેડૂતે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી અનેક રજૂઆતો છતાં કોઈ ન્યાય મળ્યો નથી. ખેડૂતોને રજાના દિવસે નોટિસ પધરાવીને દોડી આવતા અધિકારીઓ કંપની સામે કેમ આંખ આડા કાન કરે છે? ખેડૂતોએ નિયમોનું પાલન કરવું પડે તો તંત્ર અને કંપનીએ પણ કાયદાના  દાયરામાં રહીને જ કામ કરવું જોઈએ તેમ જણાવી ખેડૂતે અધિકારીઓને નિયમો યાદ કરાવ્યા હતા.

આ સમાચાર શેર કરો