મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં પોલીસ દ્વારા લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જંગી જથ

તસવીર: gstv

જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ધ્રોલના આહિર કન્યા છાત્રાલય પાછળ ધ્રોલ મામલતદાર અને પ્રાંત અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ચોપડે ચડેલા ગુનાઓના પુરાવા તરીકે જપ્ત કરાયેલ કુલ ૬ હજાર૧૫૭ નંગ બોટલ અને અંદાજે ૨૫ લાખ ૯૨ હજાર રૂપિયાની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેને નષ્ટ કરાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહીઓ સતત ચાલુ રાખવામાં આવશે,  

આ સમાચાર શેર કરો