મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ

ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થ

તસવીર: gstv

ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. આ વાયરસના લક્ષણો ધરાવતા ત્રણ બાળકોને જામનગરની ગુરુ ગોવિંદસિંહ  હોસ્પિટલના આઈસીયુ  વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હોસ્પિટલના તબીબો દ્વારા આ બાળકોના સેમ્પલ મેળવીને પુષ્ટિ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સેન્ડફ્લાય ના નાશ માટે તાત્કાલિક દવાનો છંટકાવ અને સર્વેક્ષણ સહિતના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી આ ઘાતક વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય.

આ સમાચાર શેર કરો