મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં કોર્પોરેશન એક્શન મોડમાં, ચોમાસામાં દુર્ઘટના રોકવા જર્જરિત ઈમારતો પર ચાલ્યું મનપાનું બુલડોઝર!

ચોમાસાની ઋતુમાં સંભવિત હોનારત અને જા

તસવીર: GSTV

ચોમાસાની ઋતુમાં સંભવિત હોનારત અને જાનહાનિ રોકવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવીને જોખમી બાંધકામો સામે વ્યાપક ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ચોમાસાના ભારે વરસાદ દરમિયાન વર્ષો જૂની અને અત્યંત જર્જરિત બિલ્ડિંગો ધરાશાયી થવાનો ભય રહેતો હોવાથી તંત્ર દ્વારા આવી જોખમી મિલકતોને તોડી પાડવાની આક્રમક કામગીરી હાથ ધરાઈ છે. જામનગરના સ્ટેશન ફાયર ઓફિસર અનવર ગજતાનની સીધી દેખરેખ હેઠળ ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની ટીમો આધુનિક મશીનરી સાથે મેદાનમાં ઉતરી છે. મહાનગરપાલિકાનો કાફલો ચુસ્ત સુરક્ષા વચ્ચે ભયજનક મકાનોના ભાગોને જમીનદોસ્ત કરતો સાફ નજરે પડે છે. તંત્રની આ સમયસરની પ્રશંસનીય કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો અને રાહદારીઓના જીવનું રક્ષણ કરવાનો છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા પહેલાં જ તેને અટકાવી શકાય.

આ સમાચાર શેર કરો