VIDEO: જામનગરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર,હવેથી દરરોજને બદલે અપાશે એકાંતરે પાણી
સોર્સ : gstv
જામનગર શહેરમાં પાણી પૂરું પાડતા ડેમોમાં ૩૧ જુલાઈ સુધીનો જથ્થો હોવા છતાં, મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે મોટો નિર્ણય લેવાયો છે. શહેરમાં હવે દરરોજ ૨૫ મિનિટને બદલે એકાંતરે ૪૫ મિનિટ પાણી અપાશે, જેનાથી રોજનું ૬ થી ૭ MLD પાણી બચશે. આ ઉપરાંત મિલિટરી એરિયાના પુરવઠામાં ૨ MLDનો કાપ મૂકી કુલ ૮ થી ૧૦ MLD પાણીની બચત કરાશે.હાલ નવી સોસાયટીઓમાં નવા કનેક્શન આપવાનું સ્થગિત કરી જરૂરિયાત મુજબ ટેન્કરથી પાણી અપાશે. આગામી સમયમાં જળસંકટ નિવારવા માટે સરકાર પાસે 'સૌની યોજના'નું પાણી મેળવવા અથવા નર્મદા પાઇપલાઇનનો પુરવઠો વધારવાનું બેવડું કન્ટેજન્સી આયોજન હાથ ધરાયું છે.

