Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Jamnagar's Lemontree Hotel fined Rs 10,000 by Food Department for sending non-veg pasta instead of veg

VIDEO : જામનગરની લેમનટ્રી હોટેલે વેજને બદલે નોનવેજ પાસ્તા મોકલતા ફૂડ વિભાગે 10,000 નો દંડ ફટકાર્યો

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જામનગરમાં ફૂડ ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરી છે. અહીંની જાણીતી લેમનટ્રી હોટેલમાંથી એક ગ્રાહકે ઝોમેટો દ્વારા વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો , પરંતુ હોટેલ દ્વારા ગ્રાહકને વેજના બદલે નોનવેજ પાસ્તા મોકલી દેવાયા. આ ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે તાત્કાલિક મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ફૂડ વિભાગની ટીમે હોટેલ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાં હોટેલ મેનેજરે પોતાની આ મોટી ભૂલ સ્વીકારી લીધી હતી. ગ્રાહકની ધાર્મિક લાગણી દુભાવવા અને બેદરકારી દાખવવા બદલ ફૂડ વિભાગ દ્વારા લેમનટ્રી હોટેલને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે...

App Store