મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં કરોડોની માટી ચોરી: તંત્રની નિષ્ક્રિયતા સામે વયોવૃદ્ધ અરજદારનો અર્ધનગ્ન વિરોધ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મુજપર ગામે ગેરકાયદેસર

તસવીર: gstv

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મુજપર ગામે ગેરકાયદેસર માટી ચોરી સામે વયોવૃદ્ધ અરજદારે  અર્ધનગ્ન સ્થિતિમાં વિરોધ વ્યક્ત કર્યો છે..વયોવૃદ્ધ અરજદાર સોંડાભાઈ વરુ છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી ન્યાય મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તેઓએ ટીડીઓ, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગમાં અનેક લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે. ચિંતાજનક બાબત એ છે કે આ બેફામ માટી ચોરીના કારણે નજીકમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇનને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અંતે, લાચાર બનેલા આ વૃદ્ધે તંત્રને જગાડવા માટે અર્ધ નગ્ન અવસ્થામાં ખાણ ખનીજ વિભાગની કચેરીએ પહોંચીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર શેર કરો