મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં રૂ. ૨૦ કરોડના ખર્ચે નિર્માણધીન આધુનિક SP કચેરીની મંત્રી કમલેશ પટેલે મુલાકાત લીધી

રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલે જામનગર જિલ્લા

તસવીર: gstv

રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આકાર પામી રહેલી નવીન પોલીસ અધિક્ષક (SP) કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનના નિર્માણ કાર્યની સ્થળ મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રૂ. ૨૦૩૬.૪૭ લાખના ખર્ચે બની રહેલા આ ૪ માળના ભવનમાં પાર્કિંગ, નાગરિક સુવિધા કેન્દ્ર, LCB, SOG અને મહિલા પોલીસ સ્ટેશન સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી જૂન માસ સુધીમાં પૂર્ણ થનારા આ ભવનના કામકાજમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો જાળવવા મંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો