Video: અમદાવાદમાં દશેરાએ ઓટોમોબાઈલ શોરૂમોમાં વાહનો ખરીદવા ગ્રાહકોની ભારે ભીડ, વેચાણમાં ઉછાળો

અમદાવાદમાં દશેરાના પાવન પર્વ નિમિત્તે ઓટોમોબાઈલ માર્કેટમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે. વિજયાદશમીના શુભ મુહૂર્તમાં નવું વાહન ઘરે લઈ જવા માટે સવારથી જ શહેરના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર શોરૂમો પર ગ્રાહકોની ભારે ભીડ જામી છે. લોકોએ અગાઉથી કરાવેલા એડવાન્સ બુકિંગ મુજબ પોતાના સ્વપ્નના વાહનની ડિલિવરી મેળવવા ઉત્સુક દેખાયા હતા. શોરૂમ પરિસરમાં જ નવા વાહનોની પૂજા-અર્ચના કરવામાં આવી હતી, જ્યાં કુંકુમ તિલક, પુષ્પહાર પહેરાવી અને શ્રીફળ વધેરીને શાસ્ત્રોક્ત વિધિથી વાહનનું પૂજન કરાયું હતું. દશેરાના પવિત્ર દિવસે વાહનોના બમ્પર વેચાણને કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં મજબૂત ગ્રોથ અને મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી વેપારીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે.








