Video: અમદાવાદમાં વિજયા દશમીએ ફાફડા-જલેબીની જયાફત, ભાવવધારા વચ્ચે પણ ખરીદી માટે લાઈન

અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે વિજયા દશમીના પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયાદશમીના પવિત્ર દિવસે ફાફડા અને જલેબી ખાવાની વર્ષો જૂની અનોખી પરંપરા હોવાથી, વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મોંઘવારીના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૫૦ થી ૧૦૦નો વધારો થયો છે, છતાં પણ શહેરીજનોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. લોકો પોતપોતાના બજેટ અનુસાર થોડા-ઘણા પ્રમાણમાં પણ ફાફડા-જલેબી ખરીદીને વિજયાદશમીના તહેવારની ઉજવણી કરી…








