મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં વિજયાદશમીએ યોજાશે ભવ્ય રાવણ દહન: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૫૨ ફૂટના રાવણનું દહન થશે

અસત્ય પર સત્યના વિજય સમાન વિજયાદશમી પર્વ નિમિત્તે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત ૫૨ ફૂટ ઊંચું રાવણનું પૂતળું અને ૩૫-૩૫ ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાં તૈયાર કરાયા છે. આ પ્રસંગે સનાતન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૩૫ હજારથી વધુ લોકો આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થાય તેવી શક્યતા છે. ભાજપ આગેવાનોએ શહેરીજનોને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શાંતિ સેવા સમિતિ, મેયર અને શહેર ભાજપ ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહેશે….

આ સમાચાર શેર કરો