Jamnagarમાં બેવડી ઋતુનો માર: બપોરે 37.2 ડિગ્રી સાથે કાળઝાળ ગરમી અને રાત્રે ગુલાબી ઠંડક

જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મિશ્ર ઋતુનો સ્પષ્ટ અનુભવ થઈ રહ્યો છે. બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર દ્વારા જાહેર કરવામાં આવેલા હવામાનના તાજેતરના આંકડા મુજબ, દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડકનો અહેસાસ થતાં નગરજનો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે.
અંક શાસ્ત્ર અનુસાર, મહત્તમ તાપમાનનો પારો હજુ પણ 37.2 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યો છે, જેના કારણે બપોરના સમયે અસહ્ય ગરમી અને શેક અનુભવાય છે. બીજી તરફ, લઘુત્તમ તાપમાન ઘટીને 21.2 ડીગ્રી નોંધાતાં રાત્રિના સમયે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68% અને પવનની ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે.




