મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોંઘવારી વચ્ચે પણ સુરેન્દ્રનગરમાં જલેબી-ચોળાફળી ખરીદવા જનતાનો ભારે ઘસારો

સોર્સ: gstv

સુરેન્દ્રનગર શહેરમાં તહેવારોની મોસમ ટાણે જલેબી અને ચોળાફળી ખરીદવા માટે બજારોમાં મોડી રાતથી જ ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. રો-મટીરિયલ્સના ભાવમાં વધારો થવાના કારણે જલેબી, ચોળાફળી અને ગાંઠિયાના ભાવમાં વીસ ટકાનો વધારો ઝીંકાયો છે,  આમ છતાં મોંઘવારીના આ ડામ વચ્ચે પણ સુરેન્દ્રનગરની ઉત્સવપ્રિય   જનતામાં જરાય ઉત્સાહ ઓસર્યો નથી અને મોડી રાત સુધી દુકાનો પર ભીડ જામી રહી છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા સ્પેશિયલ કારીગરો દ્વારા વિવિધ પ્રકારની જલેબી અને ચોળાફળી બનાવવામાં આવી રહી છે.  

આ સમાચાર શેર કરો