Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : the police refused to drink the liquor with the barcode number, the same liquor was seized

ધોલેરા તાલુકામાં જે બારકોડવાળા નંબરનો દારૂ પીવાની પોલીસે ના પાડી, એ જ દારૂ ઝડપાયો, બૂટલેગરની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ધોલેરા તાલુકામાં જે બારકોડવાળા નંબરનો દારૂ પીવાની પોલીસે ના પાડી, એ જ દારૂ ઝડપાયો, બૂટલેગરની ધરપકડ
સોર્સ : gstv

ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવા કથિત ડુપ્લિકેટ દારૂના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે, ત્યારે આ ઝેરી દારૂ હવે અમદાવાદ ગ્રામ્ય સુધી પહોંચી જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ધોલેરાના મીંગલપુર નવાગામના તળાવની પાળેથી પોલીસે શૈલેષ મેર ઉર્ફે શેલો નામના બુટલેગરને ૨૪ નંગ ડુપ્લિકેટ દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો છે. જોકે, આટલી ગંભીર ઘટના વચ્ચે ધંધુકા ડિવિઝન અને ધોલેરા પોલીસની શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને બારકોડ નંબર 89015 22000 665 વાળી દારૂની બોટલ ન પીવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. ધોલેરામાં પકડાયેલો દારૂ પણ આ જ બારકોડ નંબર ધરાવે છે.

 મોટી જાનહાનિ ટળી

App Store

 પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ જથ્થો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જયદીપ નામના બુટલેગરે સપ્લાય કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, કેમિકલયુક્ત ઝેરી દારૂનો આ જથ્થો શૈલેષ મેર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સદભાગયે આ દારૂ કોઈને વેચાયો કે પીવાયો નથી, જેથી મોટી જાનહાનિ ટળી છે અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

પોલીસની કામગીરી શંકાસ્પદ 

પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી દારૂના સેમ્પલ FSLમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. પરંતુ, આટલી મોટો ગંભીર મુદ્દો હોવા છતાં ધોલેરા પોલીસ અને ધંધુકા ડિવિઝન મીડિયાને ઝડપાયેલા મુદ્દામાલના ફોટો કે વીડિયો આપવાની ચોખ્ખી ના પાડી રહી છે. સામાન્ય રીતે નાની-મોટી રેડની પણ વાહવાઈ લૂંટવા માટે પ્રેસ નોટ અને ફોટા જાહેર કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ, આ કિસ્સામાં કેમ વિગતો છુપાવી રહી છે? શું પોલીસ FSL રિપોર્ટના નામે આખી ઘટના પર પડદો પાડવા માંગે છે? રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય છે કે નહીં તે જોવું રહ્યું.