Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : mystery of robbery and murder of an elderly woman has been solved

Bhavnagar: વૃદ્ધાની લૂંટ સાથે હત્યાનો ભેદ ઉકેલાયો, કુટુંબીજન આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે પાંચ દિવસ પહેલા બનેલી વૃદ્ધાની લૂંટ અને હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે (LCB) ગણતરીના દિવસોમાં જ હત્યાના આરોપીને પકડી પાડ્યો છે.

App Store

કુટુંબીક ઝઘડામાં 85 વર્ષના વૃદ્ધાની કરપીણ હત્યા

મહુવાના કોંજળી ગામે પાંચ દિવસ પહેલા 85 વર્ષના વૃદ્ધા ઉજીબેનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા બાદ તેમના કાનમાં પહેરેલા સોનાના ઘરેણા પણ ગાયબ હતા, જેના કારણે પોલીસે આ ઘટના લૂંટ વીથ હત્યાની હોવાનું માની તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પાંચ દિવસમાં જ આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને મૃતક વૃદ્ધાના કુટુંબીજન એવા વિપુલ વાળા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

ડીવાયએસપી આર.આર.સેંઘલ (ભાવનગર) એ જણાવ્યું કે, "પ્રાથમિક તપાસમાં કુટુંબીક ઝઘડા બાબતે વિપુલ વાળા નામના વ્યક્તિએ જ મોટા બા (ઉજીબેન)ની હત્યા કરી હોવાનું ખુલ્યું છે."

હત્યા બાદ ઘરેણાં નદીના વહેતા પાણીમાં નાખી દીધા

પોલીસ પૂછપરછમાં આરોપી વિપુલ વાળાએ કબૂલાત આપી છે કે, હત્યા કર્યા બાદ તેણે વૃદ્ધાના કાનમાંથી સોનાના ઘરેણાં કાઢી લીધા હતા અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે તે ઘરેણાં નદીના વહેતા પાણીમાં નાખી દીધા હતા. હાલ સમગ્ર મામલે મહુવા રૂરલ પોલીસ દ્વારા આરોપી વિપુલ વાળા વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.