VIDEO: ભાવનગર-સોમનાથ હાઈવે પર ડમ્પર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત, 6ના મોત અને 10 ઘાયલ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે રસ્તાની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ઘુસી ગઈ હતી. રેતી ભરેલા ડમ્પરની પાછળ બસ ઘુસી ગઈ હતી.
મૃતકોના નામ
જયશ્રીબેન નકુમ 38 ગામ.વાઘાનગર
ખુશિબેન કલ્પેશભાઈ બારૈયા 08, ગામ-મોરાંગી
છગનભાઈ કાળાભાઈ બલદાનિયા,45 ગામ-રસુલપરા
ચતુરાબેન મધુભાઈ હડિયા
તમન્ના ભરતભાઈ કવાડ ઉ. 4
ગોવિંદ ભરતભાઈ કવાડ ઉ. 7
આ અકસ્માતમાં 5થી વધુના મોત
આ અકસ્માતમાં 5થી વધુના મોત નીપજ્યા છે, તો 10થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 17-12-2024નું ગુજરાત સમાચાર
ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો
આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો બીજી તરફ બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

