VIDEO : ભાવનગરના સિહોરમાં ક્ષત્રિયોએ કર્યો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો વિરોધ
Lok Sabha Election 2024 : પરશોત્તમ રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિય સમાજે દરે

Lok Sabha Election 2024 : પરશોત્તમ રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિય સમાજે દરેક જિલ્લામાં ભાજપનો ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યાં સુધી કે ભાજપના કાર્યક્રમો અડધા આટોપી લેવા પડે છે અથવા તો કાર્યક્રમના સ્થળ બદલવા પડે છે, તો ક્યાંક શરૂ કાર્યક્રમે ભાજપના મોટા નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ભાવનગરના સિહોરમાં ક્ષત્રિયોએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો વિરોધ કર્યો હતો.
ભાવનગરના સિહોરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા બહાર ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો હતો. રાજનાથસિંહનું ભાષણ શરૂ થયા સભાસ્થળ નજીક ક્ષત્રિય યુવાનોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા વિરોધ કરનાર યુવકોની અટકાયત કરવામાં આવી હતી. જુઓ આ વીડિયો :






