મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR / એસ.પી કચેરીએ ઝેરી દવા પીને મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો શું છે મામલો

Bhavnagar News : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી મહિલાએ માથાભારે તત્

BHAVNAGAR / એસ.પી કચેરીએ ઝેરી દવા પીને મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો શું છે મામલો

Bhavnagar News : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી મહિલાએ માથાભારે તત્ત્વોના ત્રાસથી કંટાળીને એસ.પી કચેરીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં મિલની ચાલી વિસ્તારમાં રહેતા શિલ્પાબેન ભરતભાઈ મકવાણા નામની મહિલાએ જિલ્લા પોલીસ વડા કચેરી બહાર ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ વિસ્તારના માથાભારે ઈસમો અને મહિલાઓ દ્વારા કોઈ બાબતે ધમકી આપી મહિલાના પતિને માર મારતા પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારબાદ વિસ્તારનાં આગેવાનોની સમજાવટ બાદ ફરિયાદ પરત ખેંચી લીધી હતી.

જો કે ત્યારબાદ બાદ પણ ધમકી અને બેન્કમાં નોકરી કરતા પતિ ભરતભાઇ મકવાણાને નોકરીમાંથી કઢાવી દેવાની ધમકીને પગલે ડરી ગયેલી મહિલા જિલ્લા પોલીસ કચેરીએ ફરિયાદ માટે ગઈ હતી,  જ્યાં મહિલાએ વિષપાન કરી લેતા સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો