મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજપૂતોનું શક્તિ પ્રદર્શન, ભાવનગર મહારાજા વિજયરાજસિંહ ગોહિલની સમાજના અધ્યક્ષ પદે વરણી

ભાવનગર મહારાજા વિજયરાજસિંહ ગોહિલની રાજપૂત સમાજના અધ્યક્ષ પદે 12.39ના વિજ

રાજપૂતોનું શક્તિ પ્રદર્શન, ભાવનગર મહારાજા વિજયરાજસિંહ ગોહિલની સમાજના અધ્યક્ષ પદે વરણી

ભાવનગર મહારાજા વિજયરાજસિંહ ગોહિલની રાજપૂત સમાજના અધ્યક્ષ પદે 12.39ના વિજય મુહૂર્તમાં વરણી થઈ છે.ક્ષત્રિય સંમેલનમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ પહોંચતા તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રમુખ તરીકે ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવી છે. રાજપૂત સમાજનાં આગેવાનો પણ સંમેલનમાં હાજર રહ્યા હતા.

 રિદ્ધિરાજ સિંહ દાંતા સ્ટેટે સ્પીચમાં કહ્યું કે મારા મારા મામા ભાવનગર સ્ટેટને અભિનંદન પાઠવું છું, તેમણે આ સન્માન અને હોદ્દો સ્વીકાર્યો છે. હાલમાં પણ રાજપૂત ઘરમાં માતાની પૂજા થાય છે, કૃષ્ણકુમાર સિંહજીનું યોગદાન એ ખૂબ મહત્ત્વ છે.

કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવામાં આવે

સરદાર પટેલના સ્ટેચ્યુ મામલે પણ જણાવ્યું કે કૃષ્ણકુમાર સિંહ જી સાથે હતા એટલે સરદાર પટેલનું સ્ટેચ્યું બન્યું છે. તો બીજી તરફ તે કોઈ રાજકીય નેતા નથી તેથી તેમનું કોઈ સ્ટેચ્યુ કે પ્રતિમા નથી બની, તેમણે સરકાર સમક્ષ માંગ કરી હતી કે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવામાં આવે. 

સંમેલનમાં રાજવીઓનું સન્માન થશે

  1. વિજયરાજસિંહ ગોહિલ, ભાવનગર
  2.  રિદ્ધિરાજસિંહ, દાંતા સ્ટેટ
  3. તુષારસિંહજી બારૈયા, દેવગઢ બારિયા
  4. ધ્રુવ્રરાજસિંહ વાઘેલા, સાણંદ
  5. કેતનસિંહજી ગોહિલ, પાલીતાણા
  6. રઘુવેન્દ્રસિંહ ગોહિલ, દરેડ
  7. વીરભદ્રસિંહ ચુડાસમા, ગાંફા
  8. રઘુવીરસિંહ વાઘેલા, ગાંગડ
  9. દેવેન્દ્રસિંહજી જાડેજા, વીરપુર
  10. કમ્યાસિંહજી ચૌહાણ, સંજેલી
  11. રાજકુમાર કરણસિંહજી, ઇડર
  12. રાજકુમાર સુર્યવિરસિંહજી, ઇડર
  13. ક્રિષ્નાકુમારી બા જાડેજા, ગોંડલ
  14. મહારાણી દિવ્યા જ્યોતિસિંહજી દાંતા
  15. કુમાર યાદવેન્દ્રસિંહ, ગોંડલ
  16. કુમાર ગોપાલસિંહ દેસાઈ, પાટડી
  17. કુમાર યોગરાજસિંહ ચાવડા, માણસા
  18. પૂંજાબાપુ વાળા, માંડવગઢ

ક્ષત્રિય સમાજના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સમાજની માંગ છે. તેમજ એક જ સ્થળે ક્ષત્રિયકુળોનાં કુળદેવીનાં મંદિર બનાવવા માટે આયોજન કરવામાં આવનાર છે.

આ સમાચાર શેર કરો