ભાવનગર:વડવા કાછીયાવાડમાં દબાણ હટાવવા જતા મનપાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, તંત્રનો કર્મચારી ઘાયલ
રાજ્યના ભાવનગર મહાનગરપાલિકા

રાજ્યના ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ કામગીરી મામલે પૂર જોશમાં છે. ભાવનગરના વડવા કાછીયાવાડ વિસ્તારમાં દબાણ હટાવવા જતા મનપાની ટીમ પર સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું.
ભાવનગર શહેરના વડવા કાછીયાવાડ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી, ત્યારે સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લારી ગલ્લા કેબીનો સહિતનો સામાન જપ્ત કરી અને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા.
દબાણ હટાવ કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
દબાણ હટાવ કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મામલો એ હદે વકર્યો કે મનાપાની ટીમ પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો પણ કર્યો હતો. દબાણ હટાવ ટીમના એક કર્મચારીને ઇજા પણ પહોંચી હતી. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે મહાનગરપાલિકાના અધિકારી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ તંત્રે કાર્યવાહી હાથ ધરી છે.






