VIDEO/ ભચાઉ-દુધઈ હાઈવે પર બંધ ફેક્ટરીમાં ભીષણ આગ
સોર્સ : GSTV
કચ્છના ભચાઉ-દુધઈ હાઈવે પર આવેલી બંધ યુરો મલ્ટિવિઝન કંપનીમાં મોડી સાંજે ભીષણ આગલાગવાનો બનાવ બન્યો હતો. પ્લાય અને ડીવીડી કેસેટ બનાવતી આ ફેક્ટરીમાં આગ વિકરાળ બનતાં ભચાઉ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફેક્ટરીમાં જૂના ફાયર સિલિન્ડરમાં ૬થી વધુ બ્લાસ્ટ થયા હતા. ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ અને ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસો કર્યા બાદ સતત ત્રણ કલાકથી વધુ સમયની જહેમત પછી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

