VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચની મુલાકાત દરમિયાન માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ
સોર્સ : GSTV
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચની મુલાકાત દરમિયાન માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. GNFC ના સુવર્ણ જયંતિ મહોત્સવમાં ભાગ લીધા બાદ, તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે શહેરના બે સેવાભાવી નાગરિકોના નિવાસસ્થાને જઈને તેમના કાર્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ સેવાયજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના ઘરે પહોંચી પરિવારનું સન્માન કરી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

