Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Another legal complication adds to MLA Chaitar Vasava's woes

VIDEO: ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધુ એક કાયદાકીય ગૂંચવણનો ઉમેરો

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધુ એક કાયદાકીય ગૂંચવણનો ઉમેરો થયો છે. પોલીસ વિભાગની છબી ખરડવા બદલ દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરીથી નોટિસ ફટકારી છે. અગાઉ ૨૩ જૂનના રોજ હાજર રહેવા આદેશ અપાયો હતો, પરંતુ નોટિસની બજવણી ન થતા હવે કોર્ટે તેમને ૨૯ જુલાઈએ હાજર રહેવા ફરમાન કર્યું છે.આ સમગ્ર વિવાદ જુલાઈ ૨૦૨૪માં આપેલા તેમના એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે. નોંધનીય છે કે, ચૈતર વસાવા હાલ વનકર્મીઓ પર હુમલાના કેસમાં ૭ વર્ષની સજા ભોગવી રહ્યા છે અને વડોદરા જેલમાં બંધ છે. ત્યારે હવે પોલીસ અપમાનના આ નવા કેસમાં ૨૯ જુલાઈએ તેઓ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.

App Store
ટોપિક્સ:gstvgstv newschaitar vasava