Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Students of Amod in fear, fear of disaster as building next to school

VIDEO: Bharuchના આમોદના વિદ્યાર્થીઓ ભયમાં, શાળાની બાજુનું બિલ્ડિંગ જર્જરિત થતાં દુર્ઘટનાની ભીતિ  

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરુચના આમોદ નગરમાં આવેલી આમોદ મિશ્ર શાળા એક ના વિદ્યાર્થીઓ ભયમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાની બિલ્ડીંગ તો નવી છે પરંતુ બાજુમાં આવેલી જૂની કોર્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાને લઈ કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાય રહી છે. શાળામાં 375 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જર્જરિત બિલ્ડીંગને લઇ શાળા દ્વારા છેલ્લા બે વર્ષથી અરજી કરાઈ રહી છે. બે વર્ષથી રજૂઆત કરવા છતાં આજદિન સુધી આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. શાળા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી ને લેખિતમાં વારંવાર રજૂઆત કરી છે. કોર્ટ PWD અને નગરપાલિકા ને પણ રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી રજૂઆત કોઈએ સાંભળી નથી. વહેલી તકે આ જર્જરી બિલ્ડીંગ ને ઉતારી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શું તંત્ર રાજસ્થાન જેવી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે..?

App Store
ટોપિક્સ:bharuchamodschool