VIDEO:અંકલેશ્વર GIDCમાં જાંબલી ધુમાડો!
સોર્સ : GSTV
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડાયનામિક કંપનીમાંથી જાંબલી રંગનો ધુમાડો નીકળતા વિસ્તારમાં કુતૂહલ અને ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.ફૂડ કલર બનાવતી આ કંપનીના ડ્રાયર વિભાગમાં અચાનક ફ્લેશ ફાયર થતાં મોટી માત્રામાં જાંબલી રંગનો ધુમાડો બહાર નીકળ્યો હતો. આસપાસના વિસ્તારમાં જાંબલી આવરણ છવાઈ જતાં લોકોમાં દહેશત ફેલાઈ હતી.કંપનીના સેફ્ટી વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે અને સલામતી ધોરણોનું પાલન થયું કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે.

