Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Open drain leads to accident in Amod

VIDEO: Bharuchના આમોદમાં ખુલ્લી ગટર નોતરે છે અકસ્માત, આધેડ ખાબકતા પહોંચી ઈજા

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરુચના આમોદની મેઈન બજારમાં ખુલ્લી ગટરમાં એક આધેડ અકસ્માતે ખાબક્યો હતો. ગટરનું ઢાંકણું કેટલાય દિવસોથી તૂટી ગયેલું હતું. અગાઉ પણ ગટર પરથી પસાર થતા લોકો અચાનક ગટરમાં ખાબકવા બનાવ બની ચુક્યા છે.અકસ્માતે મોટી જાનહાની ટળી જાય છે. કેટલાય દિવસોથી સ્થાનિક રહીશો અને દુકાનદારો ગટરમાંથી આવતી દુર્ગંધથી ત્રાહિમામ પુકારી ગયા છે. અનેક જીવ જતુંઓ ગટરમાંથી બહાર નીકળવાથી રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. લોકો બુમ ઉઠવા પામી છે. સ્થાનિક રહીશો અને દુકાનદારો ની વારંવાર લેખિત અને મૌખિક પાલિકામાં રજૂઆત કરવા છતાં સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. જયારે ઉગ્ર રજૂઆત કરવામાં આવે ત્યારે પાલિકાના કર્મચારી ખુલ્લી ગટર વાળા સ્થળ પર આવીને અનેક વાર ઢાંકણના માપ અને ફોટા પાડીને પછી માપ વાળું ઢાંકણ લગાવવાનું ભૂલી જતા હોય એવો સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે.

App Store
ટોપિક્સ:suratbharuchamod