મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરુચમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સિલ્કી ડોગે આ રીતે ઓળખ્યો તસ્કર

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આમોદ તાલુકાના દોરા ગામ પાસેના રેસ્ટ હાઉસમાં ઘરફોડ ચોરી થઈ

ભરુચમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સિલ્કી ડોગે આ રીતે ઓળખ્યો તસ્કર

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આમોદ તાલુકાના દોરા ગામ પાસેના રેસ્ટ હાઉસમાં ઘરફોડ ચોરી થઈ હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુનાનો ભેદ ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગની મદદથી આમોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

આ પણ વાંચોઃ લુખ્ખા તત્ત્વોમાં નથી રહ્યો પોલીસનો ડર! સુરતમાં બે રાઉન્ડ ફાયરિંગની કરી બાઈક પર બે ફરાર

શંકાસ્પદને ઝડપી લેવાયા

આમોદના તાલુકાના દોરા ગામે દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતાં અને અને હાઈવે પર આવેલાં ઢાબાના મેનેજરના દોરા ગામના ઘરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતાં.જે તસ્કરોએ તેના રૂમમાંથી 3.58  લાખ રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખે આખુ લોકર ઉઠાવી ગયાં હતાં. જેમાં આમોદ પોલીસ દ્વારા દોરા, દાંડા, તેલોદ, ઈખર, માતર, અને ઓચ્છણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડ્યાં હતાં.

સિલ્કી ડોગે કરી ઓળખ

ભરૂચ જિલ્લા પોલીસના "સિલ્કી ડોગ"ને બનાવના સ્થળે સ્મેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઈનમાં ઉભા રાખતા "સિલ્કી ડોગે" બનાવના સ્થળની સ્મેલથી લાઈનમાં ઊભા રાખેલ વ્યક્તિઓ માથી ચિરાગ દિનેશ વાળંદની સ્મેલ મેચ થતા ભરૂચ જિલ્લાની ડોગ સ્કોર્ડ  એફ.એસ.એલ.ટીમ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી "સિલ્કી ડોગે" પકડી પાડેલ ચિરાગ વાળંદની સઘન પૂછપરછ કરતાં આરોપી ચિરાગ વાળંદે ચોરીની કબૂલાત કરી લીધી હતી. પોલીસે ચોરી કરેલ રકમ 3,58,746 રોકડ તેમજ કાળા કલરની બેગ,હિસાબની ડાયરી,કપડા, ક્રેડિટ કાર્ડ સહિત નો  તમામ મુદ્દામાલ તેલોદ ગામની સીમની કેનાલ પાસેથી મેળવી દોરા ગામના આરોપી ચિરાગ વાળંદની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો