Bharuch news: ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત, અનેક ડાયવર્ઝન આપવાથી થતાં અકસ્માતો

Bharuch news: ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જયારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો છે. ગોવાલી ગામેથી પસાર થતા આ ફોરલેન રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બે કાર અને એક એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એકટીવાચાલક કારની અડફેટે ચઢતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. હાલ આ ફોરલેન રસ્તાને સીસીરોડ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે, જેથી ડાયવર્ઝનને લીધે ટ્રાફિકજામ અને અકસ્માત થઇ રહ્યા છે. આ માર્ગ પર રસ્તાની કામગીરીમાં અનેક ડાયવર્ઝન અપાયા છે, જેથી ગોવાલી ગામેથી પસાર થતા આ ફોરલેન રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

