Video: જંબુસરના ઉબેર નજીક વડોદરા મેન કેનાલમાં મોટું ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતિત

જંબુસરના ઉબેર નજીક વડોદરા મેન કેનાલમાં વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં મોટું ભંગાણ પડતાં અફરાતફરી મચી ગઈ છે. કેનાલનું પાણી ધસમસતા પ્રવાહ સાથે આસપાસનાં ખેતરોમાં ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણી ભરાતાં ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ તાત્કાલિક કેનાલનું સમારકામ હાથ ધરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. બીજી તરફ નર્મદા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રોનક બાબુલે જણાવ્યું છે કે પાણીનો પ્રવાહ આગળથી બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી બંધ થયા બાદ કેનાલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.
જાહેરાત
















