BHARUCH / વાગરાના ઓચ્છણ ગામે નજીવી બાબતે જૂથ અથડામણ, 11 લોકો સામે નોંધાયો ગુનો
Bharuch News : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જ

Bharuch News : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 4 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે 11 લોકો ગુનો નોંધ્યો છે, હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
વાગરા પોલીસ સૂત્રો થકી મળેલ વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલ ઓચ્છણમાં રહેતા અને બાલાજી જનરલ કરિયાણાની દુકાન ચલાવતા કિશન કુમાવતની દુકાને ગામના અબ્દુલ પટેલના છોકરાઓ આવી દાદાગીરી કરી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢી અને તેમની જાતે વસ્તુઓ લઈ જતા હતા.
કિશનભાઈ તથા તેની પત્ની પુજા દુકાને હાજર હતા, તેઓ સાથે બોલાચાલી થઈ હતી. બાળકો દુકાન આગળ જોર જોરથી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડી હતી. તેવામા તેમની બુમો સાંભળી અન્યો 15થી 20 જેટલા લોકોનું ટોળુ કિશનભાઈની દુકાન આગળ આવી ગયું હતું અને અને મરામારી કરવા સાથે પથ્થરમારો કર્યો હતો. આ સાથે સળગતો કાકડો નાખતા દુકાનમાં ખુણામાં પડેલ પુઠા તથા કોથળા સળગી ઉઠયા હતા.
વધારે ઝઘડો થતા ઓચ્છણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવેલ હતા. ટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાણાને પણ નીચે પાડી ઢીકા પાટુનો માર મારતાં વાતાવરણ ગરમાયું હતું.
આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તોફાનીઓને ઝડપી પાડવાની ગતિવિધિ તેજ કરી હતી. ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહિ તેને ધ્યાને લઇ પોલીસે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ બનાવમાં તસ્લીમા પટેલ સહિત અન્ય ત્રણથી ચાર લોકોને ઇજાઓ થતા તેમને વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જયાંથી તેમને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.








