મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bharuch: કવિઠા ગામમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર પરિવારનો બહિષ્કાર; ડૉક્ટરે ડરના મારે સારવાર પણ ન કરી

ભરૂચ તાલુકાના કવિઠા ગામે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠા

Bharuch: કવિઠા ગામમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર પરિવારનો બહિષ્કાર; ડૉક્ટરે ડરના મારે સારવાર પણ ન કરી
આ સમાચાર સાંભળો

ભરૂચ તાલુકાના કવિઠા ગામે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવનાર ગ્રામ પંચાયતના સભ્ય અને તેના પતિ સહિત આખા પરિવારને ગામ બહાર કરવાના એલાનના પગલે એક અઠવાડિયું તાલીબાની સજા ભોગવી હોવાનું જાણવા મળે છે. ભરૂચમાં પત્રકાર પરિષદમાં ગામના ડોક્ટરે પણ ખુદ આ પરિવારની સારવાર નહોતી કરી. ડોક્ટરે પણ કહ્યું હતું કે, 'મને પણ ગામ બહાર કરવાની ધમકી આપી હોવાથી મેં તેના પિતાની સારવાર નહોતી કરી. ત્યારબાદ નબીપુર પોલીસ મથકે અરજી આપી સારવાર શરૂ કરી દીધી છે.'

જાણો શું છે મામલો

ભરૂચ તાલુકાના કવિઠા ગામે મયુરસિંહ રાજની પત્ની ગ્રામ પંચાયતમાં સભ્ય છે. જેમણે ભ્રષ્ટાચારના સંખ્યાબંધ મુદ્દા ઉઠાવતા જિલ્લા પંચાયતના સદસ્ય યતિન પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યોએ ગ્રામજનોને સાથે રાખી જાહેર બેઠક કરી મયુરસિંહ રાજથી આખું ગામ ત્રાસી ગયું હોવાથી તેને ગામ બહાર કરવામાં આવશે અને જો કોઈ દુકાનદાર સામગ્રી આપશે કે પછી ડોક્ટર તેના પરિવારની સારવાર કરશે તો તેમને ગામમાંથી બહાર કરવામાં આવશે.

તેવી ધમકીના પગલે મયુરસિંહ રાજની માતા તથા તેમના પરિવારના સભ્યો ગામની દુકાનમાં અનાજ-કરીયાણું લેવા જતાં તેઓએ સામગ્રી આપી નહતી. તદઉપરાંત ગામના ડોક્ટર રજની પટેલ પાસે તેમના પિતાને પણ સારવાર અર્થે લઈ જતાં સારવાર પણ કરી નહતી. ડોક્ટરને પણ ગામમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી. ડોક્ટરે પણ ભરૂચ નબીપુર પોલીસ મથકે લેખિત અરજી આપી એક અઠવાડિયા બાદ મયુરસિંહ રાજના પરિવારની સારવાર કરી હોવાનું પણ તેઓએ ટેલીફોનીક વાતચીતમાં કહ્યું છે.

શું છે ભ્રષ્ટાચારનો સમગ્ર મામલો

આ મામલે મયુરસિંહ રાજે ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે તળાવની પ્રોટેક્શન વોલમાં બીમ ગર્ડર ભરાયા જ નથી. ડાયરેક્ટ દિવાલો બનાવી દીધી છે. જેના કારણે હજુ કોન્ટ્રાક્ટરનું બીલ અટકેલું છે. યતિન પટેલ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી અમોને જે તાલીબાની સજાનું એલાન કરીને માનસિક રીતે હેરાન કર્યા છે. તેના મુદ્દે અમોએ ભરૂચ સ્થાનિક પોલીસ અને માનવ આયોગ સુધી વિડીયો સાથે ફરીયાદ કરી છે. હવે આવનાર સમયમાં કવિઠા ગામ પંચાયતની હદમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયેલા છે અને તે મુદ્દાઓ ઉઠાવવાના જ કારણે ગ્રામ પંચાયતના સભ્ય હેતલબેન રાજ તથા તેના પતિ સહિત કુટુંબને ગામ બહાર કરીને ગંભીર પ્રકારે હેરાનગતિ કરી હોવાના આક્ષેપ મયુરસિંહ રાજે કર્યો હતો.

પટેલ અને દરબાર વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગામનો વિકાસ રુંધાયો

કવિઠા ગામે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો તથા જિલ્લા પંચાયતના સદસ્યે ગામ બહાર કરવાના કરેલા એલાનથી કવિઠા ગામમાં પટેલ અને દરબાર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં કવિઠા ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે.

મને કહેવાયું કે સારવાર કરશો તો ગામ બહાર કાઢીશું: ડો.રજની પટેલ

કવિઠા ગામના ડો. રજની પટેલે જણાવ્યું હતું કે, 'કવિઠા ગામે પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડો. રજની પટેલને પણ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવનાર મયુરસિંહ રાજના પરિવારના સભ્યોની સારવાર કરી તો તમને પણ ગામ બહાર કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. નબીપુર પોલીસને આ બાબતની જાણ કરી મયુરસિંહ રાજના પરિવારની સારવાર પણ 6 દિવસ બાદ શરૂ કર્યું હતું.'

8 દિવસ સુધી ગામની દુકાનો ઉપર અનાજ વિગેરે આપવાનું બંધ કરી દેવાયું

કવિઠા ગામે ગામની મીટિંગ પહેલા જ મયુરસિંહ રાજના પરિવારને દુકાનદારોએ પણ કોઈ સામગ્રી આપવી નહી તેમ કહેતાં મયુરસિંહની માતા સહિત તેમના કુંટુંબીજનો દુકાન ઉપર ખરીદી કરવા જતાં તેમને સામગ્રી નહીં અપાય તેવા વીડિયો કેદ કરી માનવ આયોગમાં પણ તમામ પુરાવા સાથે ફરીયાદ કરવામાં આવેલ છે તેમ જણાવવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો