મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Bharuch / હાંસોટમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ; વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે બીજીવાર કામ અટકાવ્યું

ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી રહેલી હાઈટેન્શન લાઇનનો

તસવીર: GSTV

ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી રહેલી હાઈટેન્શન લાઇનનો વિરોધ તેજ બન્યો છે, જ્યાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ ગામના 100 થી વધુ ખેડૂતોએ એક મહિનામાં બીજી વખત કામગીરી અટકાવી દીધી છે. ઇલાવ ગામ સહિતના વિસ્તારના ખેડૂતોનો આક્ષેપ છે કે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર અપાયું છે, જ્યારે ભરૂચમાં કમર્શિયલ પ્રોજેક્ટ હોવા છતાં ખેડૂતોને એગ્રીકલ્ચર જંત્રી મુજબ વળતર આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ કમર્શિયલ જંત્રી મુજબ વળતર આપવા અને માર્કેટ રેટ કમિટીમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા જેવી માંગણીઓ સાથે કામ બંધ કરાવી રણશિંગુ ફૂંક્યું છે. આ મામલે વિરોધની તીવ્રતા જોઈ જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી, જોકે ખેડૂતોએ માંગ ન સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો છે.

આ સમાચાર શેર કરો