VIDEO: Bharuch / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમી સામે આરોગ્ય વિભાગ સજ્જ, તમામ મતદાન મથકો પર અપાશે મેડિકલ કીટ
26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્

26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો માટે પ્રાથમિક આરોગ્ય સારવાર કીટ તૈયાર કરવામાં આવી છે. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુશાંત કઠોરવાલાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ મેડિકલ કીટમાં જરૂરી દવાઓ રાખવામાં આવી છે, જેનું વિતરણ 25 એપ્રિલના રોજ ચૂંટણી સામગ્રીની સાથે કરવામાં આવશે. ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાને રાખીને મતદારો અને સ્ટાફ માટે ખાસ ઓઆરએસના પાઉચનું પણ વિતરણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત, ચૂંટણીના ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરો પર મેડિકલ ટીમો તૈનાત કરી પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાશે.


