મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સામાન લેતી વખતે મોબાઈલ નંબર આપતા પહેલા મહિલાઓ સાવધાન, સુરતમાં યુવકે કર્યા આવા કોલ

સુરતમાં મહિલાઓની સતામણીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અડાજણની પરિણીત મહિલાને બીભત્સ વીડિયો કોલ ક

સામાન લેતી વખતે મોબાઈલ નંબર આપતા પહેલા મહિલાઓ સાવધાન, સુરતમાં યુવકે કર્યા આવા કોલ

સુરતમાં મહિલાઓની સતામણીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અડાજણની પરિણીત મહિલાને બીભત્સ વીડિયો કોલ કરી હેરાન કરનારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. મહિલા પાસે મેડિકલ સ્ટોર પરથી સામાન ખરીદી રૂપિયા આપવાના બહાને નંબર મેળવી લીધો હતો. આ નંબરના આધારે મહિલાની સતામણી કરવામાં આવતી હોવાથી તેણીએ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

આરોપી અભિષેક રૂપિયા નહિ આપી સતત વીડિયો કોલ કરી હેરાન કરી રહ્યો હતો. જેથી મહિલાએ ઘરે વાત કરી હતી. ત્યારબાદ પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી દ્વારા કોને કોને હેરાન કરાયાં હતાં. તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા શરૂઆતમાં ફોન ન ઉપાડતી હોવાથી આરોપી અભિષેક ત્યારબાદ પણ સતત નંબર બદલી હેરાન કરતો હતો. આથી મહિલાએ ના છૂટકે મહિલાએ અડાજણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તેની ધરપકડ કરી છે. હાલ આરોપીના જામીન માગવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો