મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોશિયલ મીડિયાના શેર માર્કેટ ગ્રુપથી સાવધાન, સુરતના ડોક્ટરને IPOમાં રોકાણ કરાવી 22 લાખની કરી છેતરપિંડી

સુરતના સિટીલાઈટ ખાતે રહેતા કામરેજ ટોરેન્ટ પાવરમાં મેડિકલ ડોકટરને

સોશિયલ મીડિયાના શેર માર્કેટ ગ્રુપથી સાવધાન, સુરતના ડોક્ટરને IPOમાં રોકાણ કરાવી 22 લાખની કરી છેતરપિંડી

સુરતના સિટીલાઈટ ખાતે રહેતા કામરેજ ટોરેન્ટ પાવરમાં મેડિકલ ડોકટરને શેર માર્કેટમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ ભેજાબાજ ટોળકીએ અલગ અલગ શેર અને આઈપીઓમાં રોકાણ કરાવી કુલ 21.94 લાખની છેતરપિંડી કરી હતી.

એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી

સિટીલાઈટ તેરાપંથ ભવન પાસે મેઘસરમન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ ભંવરલાલ પોખરના કામરેજ ટોરેન્ટ પાવરમાં મેડિકલ ડોકટર તરીકે નોકરી કરે છે. 18 મેના રોજ અજાણ્યાએ તેના શેર માર્કેટના લાગતા ગ્રુપમાં એડ કર્યો હતો. ત્યાર બાદ ટોળકીએ એપ્લિકેશન ડાઉન લોડ કરાવી હતી.

ખાતામાંથી વિડ્રો કરવા ન દીધા

ટોળકીના સભ્યોના કહેવા મુજબ તેઓએ 18 મેથી 16 જુલાઈ સુધીમાં તેમના કહેવા મુજબ અલગ અલગ શેર અને આઈપીઓમાં રોકાણ કરવા માટે તેમના આપેલા અલગ અલગ બેંકના ખાતામાં કુલ રૂપિયા 22,44,852નું ટ્રાન્સફર કર્યા હતા. તથા તેમના કહેવા મુજબ ટ્રેડિંગ તથા આઈપીઓમાં ઈન્વેસ્ટ કરતા તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાં નફા સાથે રકમ બતાવી હતી. ટોળકીએ પ્રકાશભાઈએ 50 હજાર વિડ્રો કરવા દીધા હતા. જ્યારે બાકીના રૂપિયા 21,94,852 વિડ્રો કરવા નહીં દઈ છેતરપિંડી કરી હતી.

આ સમાચાર શેર કરો