મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતીઓ નવા વર્ષથી કડકાઈ માટે રહેજો તૈયાર, ટ્રાફિકના નિયમો તોડનાર સામે થશે કાર્યવાહી

સુરતમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાસવારે સામે આવતું હોય છે.

સુરતીઓ નવા વર્ષથી કડકાઈ માટે રહેજો તૈયાર, ટ્રાફિકના નિયમો તોડનાર સામે થશે કાર્યવાહી

સુરતમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાસવારે સામે આવતું હોય છે. ત્યારે વર્ષ 2025થી સુરત પોલીસ કડકાઈ અપનાવશે. ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે. જે નહીં પાલન કરે તેમની સામે પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. સાથે જ જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે પોલીસ FIR થશે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતના તુંડી ગામે નિવૃત આર્મીમેનના પુત્રએ કર્યુ ફાયરિંગ, નજીવી બાબતે ગોળીઓ છૂટતા ચારને ઈજા

હેલ્મેટ અભિયાન ચલાવાશે

શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાધી કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કરશે fir દાખલ કરવામાં આવશે. ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી કરશે. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે. શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે. ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલનો સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરશે.

રોડમેપ તૈયાર કરાયો
 
ટ્રાફિક સિગ્નેશ તોડનારા લોકો સામે પોલીસ fir થશે. લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ થશે. સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા કહ્યું કે, સુરત પોલીસનો વર્ષ 2025 રોડમેપ તૈયાર થયો છે. રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર કરાયો છે. ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે. 

આ સમાચાર શેર કરો